રાજકોટ થી ૬૦કિમિ દૂર અમારું પ્રાકૃતિક ફાર્મ કે જે ગવરમેન્ટ દવારા ઓર્ગનિક સિર્ટીફાઇડ કરવામાં આવેલ છે. ત્યાં છેલ્લા ૬ વર્ષથી ઓર્ગનિક પદ્ધતિથી ગુલાબ નું ફાર્મિંગ કરવામાં આવે છે. ગ્રામ્ય મહિલાઓ હાથથી ચૂંટેલા ગુલાબ ધોઈને પાંદડી અલગ કરી ખુલ્લા માં સનડરાય કરે છે. અમો અમારા ગુલકંદમાં સલ્ફરયુક્ત રિફાઇન્ડ સુગરનો ઉપયોગ કરતા નથી. હાથથી ખાંડેલી મિસરી ને ગુલાબ સાથે મેળવીને હવાદાર જાળી ઢાંકીને દરરોજ તડકામાં મૂકીને ગુલકંદ ને ૨૦ થી ૨૫ દિવસ સુધી પકાવવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ ગુલકંદમાં પ્રવાલ પિષ્ટી કેજે ઉત્તમ પિત્તનાશક ઔષધિ છે તે ઉમેરીને સ્વાદ માટે વરિયાળી અને મીઠાશ માટે રો મધ મિક્સ કરી ગુલકંદ ને મિશ્ર કરીને ફાર્મ થી હોમ કૉન્સેપટ અંતર્ગત આપનાં ઘર સુધી પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવે છે.
ur
公開
10ヶ月前
サンプル
音声サンプルはまだありません
